આજ મારું મન – ઉમાશંકર જોશી
સ્વર: શ્રેયા ઘોષાલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આજ મારું મન માને ના, માને ના.
કેમ કરી એને સમજાવું,
આમ ને તેમ ઘણું ય રીઝાવું;
રેઢું મૂકી આગળ શેં જાવું.
વાત મારી લે કાને ના, કાને ના.
ચાલ પણે છે કોકિલ સારસ,
આવ અહીં છે મીઠી હસાહસ;
દોડ ત્યાં લૂંટીએ સાહસનો રસ.
સમજતું કોઈ બાને ના, બાને ના.
ના થઈએ પ્રિય છેક જ આળા,
છે જગમંડપ કંઈક રસાળા;
એ તો જપે બસ એક જ માળા.
કેમ મળે તું આને ના, આને ના.
અરે વાહ, મારી પ્રિય ગાયિકાને ગુજરાતી ગીત ગાતા સાંભળવાની મજા પડી ..
સરસ ગીત છે.
my fav. one ….. ! nice song !!
સરસ કવિતા – મધુર અવાજ.
સુન્દર અને મધુર્.
superb composition, great poetry, marvellous singing… really speechless.
Nirajbhai can you post ” Kahi dyo Kahi dyo kaikaimaiya, kya chhe kya chhe ramji bhaiya have ” sung by bhavna labdiya and. sangeeta labadiya ? It will be a great
favour
વાહ…………ખુબ જ સુંદર ગીત અને તે પણ મારી પ્રિય ગાયિકાના સ્વરમાં………..
નીરજભાઈ,તમારો ખૂબ-ખૂબ આભાર……
સીમા
વાહ….. તેમના અવાજમા કોઈ બિજા ગિત હોય તો જણાવશો.
Very nice. first time heard it in Shreya Ghoshal’s voice. This is also sung by Hariharan (Sangeet Bhavan Trust). Can you post the one in Hariharan’s voice? Thanks
ખુબ જ સુન્દર ગીત. મને બહુજ ગમ્યુ. શ્રેય ઘોશલનુ ખુબ જ સારુ કામ
Oh my favorite singer sreya thank u. Mane aa geet m.a na 3-sem na program ma gava madyu te badal rankar.com no abhaar.
Nitin patel (arera)
ખુબ સરસ ગીત છે જેટલી વખત સાંભળીયે સાંભળતા રહીએ મન ભરાતું નથી