સ્વર: આલાપ દેસાઈ
0:00 / 0:00
દશે દિશાઓ સ્વયં આસપાસ ચાલે છે,
શરૂ થયો નથી તો પણ પ્રવાસ ચાલે છે.
કશે પહોંચવાનો ક્યાં પ્રયાસ ચાલે છે,
અહીં ગતી જ છે વૈભવ વિલાસ ચાલે છે.
દશે દિશાઓમાં સતત એક સામટી જ સફર,
અને હું એ ન જાણું કે શ્વાસ ચાલે છે.
અટકવું એ ગતીનું કોઈ રૂપ હશે,
હું સાવ સ્થિર છું, મારામાં રાશ ચાલે છે.