આલ્બમ: સંગીત સુધા

સ્વરકાર: ક્ષેમુ દિવેટિયા

સ્વર: અલ્કા યાજ્ઞીક



નૈણા રંગ રૂપાળાં,
કમલ નહીં, નહીં હરિણ વીન સમ,
અનુપમ રસરળીયાળા રે.. નૈણા રંગ રૂપાળાં..

કાજળનાં નવા આંજ્યા અંજન,
તોય કાળજા રંજન રંજન,
પલક ગંભીર, પલક શા ચંચળ,
પલનીજ પલક નીરાળા રે.. નૈણા રંગ રૂપાળાં..

મીટ માંડતા સરતા શમણા,
મીચું પોપચાં ઉઘડે નમણા,
અધબીડ્યાં ખોલ્યાની મધુરપ,
મનમોહે મર્માળા રે.. નૈણા રંગ રૂપાળાં..