Home > કમલેશ સોનાવાલા, ગીત, ભુપિન્દર સીંગ, મિતાલી સીંગ > તારા નયનથી – કમલેશ સોનાવાલા

તારા નયનથી – કમલેશ સોનાવાલા

August 5th, 2009 Leave a comment Go to comments

સ્વર: ભુપિન્દર – મિતાલી સિંઘ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તારા નયનથી જામ ઢળીને બની ગયો છે સાગરજી,
સુંદર છીપો સર્જન થાતાં ઊંડે અધવચ જળમાંજી.

હૈયું શું છે? પીડા શું છે? જઈ પૂછો દરીયાનેજી,
જિંદગીની ખારાશ છૂપી છે જઈ એને પેટાળેજી.

સગરાશા મોજાની માફક શ્વાસ ભલે અહીં ચાલુજી,
દિલની ભીતર દરિયો છૂપ્યો બેઉ અમે તો સરખાજી.

નદી તણાં જળથી ના મીટે પ્યાસ કદી શાયરજી,
સાગર તારા જેવી આદત ધરવા ખારાં પાણીજી.

પત્થર નાખી ઘાયલ કરશો કાંઠે જઈ સાગરનેજી,
તો પણ ગાશે ગઝલ ફરીથી મોજાનાં ઘુઘવાટેજી.

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    August 5th, 2009 at 13:51 | #1

    પહેલી વાર સામ્ભળવાની મઝા આવી, આભાર………….

  2. rupal
    October 2nd, 2009 at 11:43 | #2

    સરસ વાચવાનિ મજા આવિ

  1. No trackbacks yet.