ભિક્ષા દેને મૈયા પિંગળા – અવિનાશ વ્યાસ

આલ્બમ: આસ્થા

સ્વર: પ્રફુલ્લ દવે, વિધિ મહેતા



ભિક્ષા દેને મૈયા પિંગળા,
જોગી ઉભો છે તારે દ્વાર.. મૈયા પિંગળા..

ભેખ રે ઉતારો રાજા ભરથરી,
હૈયું કરે છે પુકાર.. રાજા ભરથરી..

કેમ રે જોવાશે ભેખ તમારો,
ખાવું ઝેર કટાર,
કેસર ચંદન છોડીને આવ્યા
ધર્મોના ભભૂત અવતાર.. રાજા ભરથરી..

લખ્યું જે લલાટે તે મિથ્યા ન થતું,
કરનારો કિરતાર
કંચનશી કયા રાખ થવાની
શોભે નહીં શણગાર.. મૈયા પિંગળા..

રંગ રેલાવો રાજા રણ મહેલમાં
રળવું રંગથાળ
દયા કરી મને છોડો ના એકલી
મારગ બીચ મજધાર.. રાજા ભરથરી..

જંગલના જોગી તો જંગલમાં ભટકે,
શોભે નહીં સંસાર
અલખ નિરંજનની ધૂણી ધખાવી
થવા ભવસાગર પર.. મૈયા પિંગળા..