આલ્બમ: સમન્વય ૨૦૦૫

સ્વરકાર: આશિત દેસાઈ

સ્વર: હેમા દેસાઈ



મનના મેવાડમાં એક રાણો વસે છે ,
એ રાણાને અહીંથી ઉથાપો કોઈ;
મને મીરાંનું પાગલપન આપો કોઈ.

મને મેવાડી મહેલ હવે જોઈતા નથી,
હીરા-મોતીના હેલ હવે જોઈતા નથી.
મારા જ કરંડિયાને સાપ તો ડસે,
એ સાપને તો અહીંથી ઉથાપો કોઈ.
મને મીરાંનું વૃંદાવન આપો કોઈ.

હરિ આવનના અવાજને સાંભળ્યા કરું,
અહીં દિવસને રાત દીપ બળ્યા કરું.
નૈનન મેં નંદલાલ એવા શ્વાસે,
મને પ્રીતિ પુરાતન આપો કોઈ.
મને મીરાંનું વૈરાગન આપો કોઈ,
હવે સાંવરિયો મનભાવન સ્થાપો કોઈ.