આલ્બમ: તારા શહેરમાં
સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય
દેશવટો પૂરો થતાં પાછા ફરશે શબ્દ,
રામ કરેને કંઇક તો કહેવા જેવું થાય.
કોઈ હમણાં આવશે ભીંતો ભણકારાય,
એક અમસ્તી શક્યતા આખું ઘર પડઘાય.
દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ,
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય.
સંતાતો ફરતો રહું પગલે પગલે બીક,
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સુરજ મળી જાય.
આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ,
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય .