આલ્બમ: હળવે હાથે
સ્વર: સીમા ત્રિવેદી
જે કંઈ મને મળે તો એ માંગ્યા વગર મળે,
દિલ પણ હવે મળે તો તમન્નાથી પર મળે.
નાગણ સમી આ રાત સલૂણી બની રહે,
મુજને ફરી જો તારા મિલનની ખબર મળે.
જીવનમાં એજ આશ છે મન હો તો કર કબુલ,
દુનિયા મને મળે જો તમારી નજર મળે.
સંધ્યા ઉષાના તો જ તમાશા થશે ખતમ,
ધરતી મહીં ગગનને જો રહેવાને ઘર મળે.
છે દિલની માંગ કે મળે છુટકારો ગમ થકી,
છે ગમ માંગ એ કે ‘જલન’નું જીગર મળે.