Home > કમલેશ સોનાવાલા, ગઝલ, રૂપકુમાર રાઠોડ > ચાલો તમારા પ્રેમની – કમલેશ સોનાવાલા

ચાલો તમારા પ્રેમની – કમલેશ સોનાવાલા

November 2nd, 2009 Leave a comment Go to comments

સ્વર: રૂપકુમાર રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ચાંદ સમા ચહેરા તણી તસ્વીર બનાવી દઉં,
એ રીતે તમને નયનના ખ્વાબ બનાવી દઉં.

ચાલો તમારા પ્રેમની એક લહેર બનાવી દઉં,
એ રીતે તમને અમારા શ્વાસ બનાવી દઉં.

શબ્દો તણા પુષ્પો ગુંથી ગજરો બનાવી દઉં,
એ રીતે તમને ગઝલના પ્રાસ બનાવી દઉં.

સાકી સુરા અને શાયરી મહોબ્બત બનાવી દઉં,
એ રીતે યાદો બધી રંગીન બનાવી દઉં.

હથેળી તણી લકીરને કિસ્મત બનાવી દઉં,
એ રીતે જીવવા તણું બહાનું બનાવી દઉં.

અટકી ગઈ જ્યાં જિંદગી મંઝીલ બનાવી દઉં,
એ રીતે ખાલી કબર બિસ્તર બનાવી દઉં.

કલ્પવૃક્ષની છાંવમાં મંદિર બનાવી દઉં,
એ રીતે પથ્થર તને ઈશ્વર બનાવી દઉં.

Please follow and like us:
Pin Share
  1. Maheshchandra Naik
    November 3rd, 2009 at 23:27 | #1

    ગઝલના શબ્દો ભાવવાહી અને સ્વરાન્કન અને સન્ગીત પણ મઝેનુ……

  2. Hari Parmar
    November 18th, 2009 at 00:57 | #2

    સુન્દર ગઝ્હલ – ફરિ ફરિ સાભ્રરવાનુ મન થાય.

  1. No trackbacks yet.