Home > અજિત શેઠ, અજિત શેઠ, ગીત, ગીત ગુંજન, મકરંદ દવે > અમે રે સૂકું રૂ નું પૂમડું – મકરંદ દવે

અમે રે સૂકું રૂ નું પૂમડું – મકરંદ દવે

August 13th, 2010 Leave a comment Go to comments
આલ્બમ:ગીત ગુંજન
સ્વરકાર:અજિત શેઠ
સ્વર:અજિત શેઠ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


અમે રે સૂકું રૂ નું પૂમડું
તમે અત્તર રંગીલા રસદાર,
તરબોળી દ્યો ને તારે તારને
વીંધો અમને વ્હાલા આરંપાર.
આવો રે આવો હો જીવણ આમના..

અમે રે સૂનાં ઘરનું જાળિયું
તમે તાતા તેજના અવતાર,
ભેદીને ભીડેલા ભોગળ આગળા
ભરો લખ લખ અદીઠા અંબાર.
આવો રે આવો હો જીવણ આમના..

અમે રે ઉધઈ ખાધું ઇંધણું
તમે ધગ ધગ ધૂણીના અંગાર,
પડેપડ પ્રજાળો વ્હાલા વેગથી
આપો અમને અગનના શણગાર.
આવો રે આવો હો જીવણ આમના..

Please follow and like us:
Pin Share
  1. Kanubhai Suchak
    August 13th, 2010 at 12:57 | #1

    મકરન્દભાઈનું જીવન સંત નું અને કવન સુફી સાઈનું . ખુબ આનંદ આવ્યો..આભાર .

  2. August 14th, 2010 at 03:14 | #2

    મકરંદ દવેનું અતિ લોકપ્રિય ભજન. મજા આવી ગઇ. અને હા, આ સ્વર અજિત શેઠનો નથી. સ્વર હ્રદય મર્ચન્ટનો છે.

  3. Maheshchandra Naik
    August 14th, 2010 at 04:47 | #3

    મકરંદ દવેને હદય પૂર્વકની શ્રદ્ધાંજલિ અને લાખ લાખ સલામ…………..
    તમારો આભાર …..સરસ સાઈભજન માટે…………………………………….

  4. vrshuklas@gmail.com
    September 11th, 2010 at 23:21 | #4

    કોઈ ની પાસે ફિલ્મ -Kaddu મકરાણી નું ગીત : અમન ચમન ના ભર્યા રે ભવન માં મારે લાલ ગાવાન ની ખોટ પડી ”

    શુક્લા

    વ્ર્શુક્લાસ@ગ્મૈલ.com

  5. Dhansukhbhai Patel
    November 24th, 2010 at 23:00 | #5

    લાંબા સમયની કાનની ઝંખના તૃપ્ત થઇ. દવેજીની આર્તતા સીધી અંતરને સ્પર્શે છે.

  6. Lalit Nirmal
    August 12th, 2012 at 14:28 | #6

    અતિ સુંદર કવિતા એવુંજ
    સુંદર કમ્પોઝ અને સુંદર સ્વર મજા આવી

    લલિત નિર્મળ

  1. No trackbacks yet.