Home > ગઝલ, બરકત વિરાણી ‘બેફામ’ > તબીબો પાસેથી હું – બરકત વિરાણી ‘બેફામ’

તબીબો પાસેથી હું – બરકત વિરાણી ‘બેફામ’

February 6th, 2008 Leave a comment Go to comments

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તબીબો પાસેથી હું નિકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઊભેલું હતું દર્દો નવા લઈને.

તરસ ને કારણે નહોતી રહી તાકાત ચરણોમાં,
નહી તો હું તો નીકળી જાત રણથી ઝાંઝવા લઈને.

હું રજકણથીય હલકો છું તો પર્વતથીય ભારે છું,
મને ના તોળશો લોકો તમારા ત્રાજવા લઈને.

ગમી જાય છે ચેહરો કોઈ, તો એમ લાગે છે,
પધાર્યા છો તમે ખુદ રૂપ જાણે જુજવા લઈને.

સફરના તાપ માં માથા ઉપર એનો છાંયો છે,
હું નિકળ્યો છું નજરમાં મારા ઘરના ને જવા લઈને.

બધાના બંધ ઘરના દ્વાર ખખડાવી ફર્યો પાછો,
અને એ પણ ટકોરાથી તૂટેલા ટેરવા લઈને.

ફક્ત એથી મેં મારા શ્વાસ અટકાવી દીધા ‘બેફામ’,
નથી જન્નતમાં જાવું મારે દુનિયાની હવા લઈને.

Please follow and like us:
Pin Share
  1. સુરેશ જાની
    February 6th, 2008 at 14:19 | #1

    મને બહુ જ ગમતી ગઝલ. બેફામ એટલે બેફામ.
    આશિતભાઈએ બહુ સુદર સ્વરની માવજત આપી છે.

  2. sujata
    February 6th, 2008 at 15:56 | #2

    લાજ્વાબ્…………..

  3. DINESH PATEL
    February 7th, 2008 at 08:26 | #3

    બહુ જ સરસ ગઝલ… વાત છે દરદોની , વાત છે બેબસીની ,વાત છે અલગતાથી જીવવાની ,વાત છે
    સંબંધોની , વાત છે જાકારાની…… એ જ તો છે વાત આ દુનિયાની !!

  4. February 9th, 2008 at 07:29 | #4

    વાહ બેફામ સાહેબ, બહુ જ સરસ ગઝલ લખી છે. ગઝલ ની શરુઆત જ એકદમ સરસ લખી છે.

  1. No trackbacks yet.