Home > આનંદકુમાર સી., ગીત, હરિન્દ્ર દવે > તેં પૂછ્યો તો પ્રમનો મર્મ – હરિન્દ્ર દવે

તેં પૂછ્યો તો પ્રમનો મર્મ – હરિન્દ્ર દવે

February 8th, 2008 Leave a comment Go to comments

આલ્બમ: સંગીત સુધા
સ્વર: આનંદકુમાર સી.

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

તેં પૂછ્યો તો પ્રેમનો મર્મને હું દઈ બેઠો આલિંગન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

એક અગોચર ઇજન દિઠું નૈનભૂમીને પ્રાંગણ,
હું સઘળી મોસમમાં માણું એક અહર્નિશ ફાગણ;
શતદલ ખીલ્યાં પામ્યાં કમલ પર સૌમ્ય ગીતનું ગુંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

નીલ વર્ણનું અંબર એમાં સોનલવરણી ટીપકી,
વિંધી શામલ ઘટા, પલકને અતંર વિજળી ઝબકી;
નૈન ઉપર બે હોઠ આંકતા અજબ નેહનું અંજન,
જ્યાં પ્રથમ મેઘ વરસ્યો , સરિતાએ તોડ્યાં તટનાં બધંન.

Please follow and like us:
Pin Share
  1. February 8th, 2008 at 17:07 | #1

    aaahaa..vaah..superb love song…

  2. February 9th, 2008 at 07:37 | #2

    વાહ એકદમ રોમેન્ટિક ગીત છે.

    સાંભળવાની પણ મજા આવી ગઇ, બહુ જ સરસ કોમ્પોઝિસન કરેલ છે.

  3. February 10th, 2008 at 11:06 | #3

    અરે વાહ્હ્હ…..!!!!!!!!!!!!!!!! એક્દમ સુંદરરીતે ભાવભિવ્યક્તિ થયેલી છે…!..શબ્દો થી જ એક અનોખી અસર વર્તાય છે..!!

  4. February 11th, 2008 at 08:21 | #4

    ખુબ સરસ……..

  5. Mahesh Dhulekar
    February 23rd, 2008 at 03:22 | #5

    Very Romantic Amazing!

  1. No trackbacks yet.