આલ્બમ: સંગીત સુધા
સ્વર: બિજલ ઉપાધ્યાય, વિરાજ ઉપાધ્યાય
કાજળનાં અંધકારે, કાજળની કીકી થકી,
કાજળનાં લેખ અમે વાંચ્યા;
ધરતીની ભોંય નહીં, ઝાંઝર ઝમકાર નહીં,
અમે પાણી વિનાનાં એવાં નાચ્યા.
પાણીની કોડિયું ને પાણીને વાટ લઈ,
પાણીની જ્યોત દીપ ફૂટ્યો;
પાણીનાં મહેલમાં પાણીના તેજ અને,
પાણી પવનથી બુઝ્યો!
સૂરજનાં કંઠ સોહે એવો એક હાર રચ્યો,
બુદબુદનાં મોતી અમે ગાંઠ્યા.
આકાશી વાદળાની આકાશી ધાર અમે,
આકાશી ભોમ પર ઝીલીએ;
આગળ ને પાછળ, પાછળ ને આગળ,
થાતાં શી હરીયાળી ખીલી,
મૃગનાને ડૂબવે, ચારેકોર ઘુઘવે,
એ મૃગજળનાં ફૂલને,
કંઈ નઈનાં હાથ થકી નાથ્યા.