આલ્બમ: સંગઠન

સ્વરકાર: કૌમુદી મુનશી

સ્વર: અશ્વિની ભીડે દેશપાંડે



મારા નયનમાં, પોઢ્યા છે શ્યામ,
વાટ તારી જોતી, શ્યામ તને શોધતી,
ક્યારે સંતાયા ઘનશ્યામ.

ધીમા ધીમા પગલાં લઈ, જમુનાના તીરે,
શોધું છું તમને મારા શ્યામ,
સરક્યા જમુનાજીમાં, અશ્રુ મારા નૈનથી,
તો જમુનાનાં નીર થયા શ્યામ.

ખાલી ગાગર ભરી, જમુનાના જળ સખી,
ઊંચકી તો, કમર મારી લચકી,
ભોળી હું એટલી, કેમેય ન સમજી,
કે જળમાં છુપાયા’તા શ્યામ.

જીવનની સાંજ પડી, નીંદર ઘેરાણી સખી,
ભવ ભવની પ્રીત લઈ પોઢી, હું શ્યામ સંગ,
કે હવે ખોલશો ન પોપચા લગાર.