આલ્બમ: ગઝલ Trio
સ્વરકાર: આલાપ દેસાઈ
સ્વર: આલાપ દેસાઈ
આંખમાંથી શું ઝરે છે શી ખબર?
જે દિવસ છોડી દીધું તારું નગર.
એક પળ તારા વિના ના રહી શકું
તું રહે આરામથી મારા વગર.
જીવથી એને વધુ ચાહીશ હું
લાવશે તારા મિલનની જે ખબર.
લાગણી મારી છે આયુર્વેદ શી
એટલે મોડી તને થશે અસર.
હોત તું પત્થર તો સારું થાત કે
હું તને પૂજી શકત પૂછ્યા વગર.