એક કાગળ, એક કલમ – કમલેશ સોનાવાલા

February 27th, 2014 Leave a comment Go to comments
આલ્બમ:સંગઠન
સ્વરકાર:પં. શિવકુમાર શર્મા
સ્વર:રૂપકુમાર રાઠોડ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


એક કાગળ, એક કલમ, કંપન ભરેલું કાળજું,
વચ્ચે એક કવિતાનું અમથું, અમથું, શરમાવવું…

વાસંતી વાયરામાં, પુષ્પોનું લહેરાવવું,
ટહુકે કોયલના, સરગમનું સર્જાવવું,
વચ્ચે એક શાયરનું, અમથું, અમથું, ભમરાવવું…

રાતે, હોઠોનું, ધીમું ધીમું મુસ્કુરાવવું,
પરોઢે ગઝલનું ગેસુમાં ગુંથાવવું,
વચ્ચે એક શમણાને, અમથું, અમથું, પંપાળવું…

પ્રણયની પહેલ છે, નયનોનું ટકરાવવું,
મહોબ્બતની મંઝિલ છે, આતમને મિલાવવું ,
વચ્ચે એક હૈયાનું, અમથું, અમથું, નંદવાવવું…

ગીતાની શરૂઆત અર્જુનનો વિષાદયોગ,
ગીતાનો ઉપદેશ અર્જુનનો સન્યાસયોગ,
વચ્ચે આ ‘કમલ ‘નું, અમથું, અમથું, અટવાવવું…

Please follow and like us:
Pin Share
 1. Anila Patel
  February 27th, 2014 at 22:52 | #1

  અમથી અમથી ગમીજાય એવી ગઝલ અને અમથો અમથો ગમીજાય એવો સ્વર.

 2. Ninad Mehta
  March 1st, 2014 at 04:55 | #2

  ખૂબ સુંદર શબ્દો, એટલુંજ સરસ સ્વરાંકન અને કવિની કલ્પનાને પોતાની અવાજથી સંપૂર્ણ ન્યાય આપતા એવા રૂપકુમાર જી.
  શિવ રૂપ કમલ ને અભિનંદન ……… A PERFECT COMPOSITON IN ALL SENSE

  નિનાદ મેહતા

 1. No trackbacks yet.