આલ્બમ: ગુજરાતનું ગૌરવ

સ્વર: આશા ભોંસલે, પ્રફુલ્લ દવે



લાગ્યો લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો,
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો.
મારી ચૂંદડીના કટકા ચાર,
ચૂંદડીએ રંગ લાગ્યો.

પહેલો તે કટકો લાલ રે રંગનો,બીજો રે કટકો પીળો,
ત્રીજો રે કટકો કેસરીયો ને ચોથે રે કટકો લીલો,
હે મારે માથે છે બેડલાનો ભાર.. હે લાગ્યો લાગ્યો..

હે તારા રે બેડલાનો ભાર હું ઉતારું, હો મારી નવેલી નાર,
તું મારી મનગમતી ગોરી ને હું તારા હૈયાનો હાર,
હે તને સજાવું સોળે શણગાર.. હે લાગ્યો લાગ્યો..

મારું તે બેડલું હું રે ઉતારજો ને કમખાની કત તૂટી જાય,
છલકાતા બેડલામાં જોબનીયું છલકે, ચૂંદલડી ભીંજાય
વિંધે મારા જોબનીયાની ધાર.. હે લાગ્યો લાગ્યો..

હે હિરની દોરીથી ક્યોતો ગોરાંદે તૂટલી કતને સાંધુ,
ક્યોતો ગોરાંદે દલડાથી દલડું પ્રીતની દોરીથી બાંધુ,
કરે પ્રીત્યુનો મોર ટહુકાર.. હે લાગ્યો લાગ્યો..