આલ્બમ: આંખે કંકુના સુરજ આથમ્યા
સ્વરકાર: અજિત શેઠ
સ્વર: હરિહરન
સરકી જાયે પલ
કાળ તણું જાણે કે એ તો વરસે ઝરમર જલ
નહિ વર્ષામાં પૂર નહિ ગ્રીષ્મ મહીં શોષાય
કોઈના સંગ નિ:સંગની એને કશી અસર નવ થાય
ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ
છલક છલક છલકાય છતાં યે કદી શકી નવ ઢળી
વૃન્દાવનમાં વળી કોઈને કુરુક્ષેત્રમાં મળી
જાય તેડી પોઢેલાંને યે નવે લોક, નવ સ્થ