હાલી હાલી ગોવાલણી આજ – રમેશ ગુપ્તા

આલ્બમ: Gujarati Classics

સ્વર: ગીતા દત્ત



હાલી હાલી ગોવાલણી આજ
ગોકુળિયે રંગ રમવા.
રંગ રમવા, રંગ રમવા,
ઓલા ઘેલુડા કાનને સંગ રમવા.

મોઢું મલકાય એનું યૌવન છલકાય,
એને દેખીને મનમાં કાઈ કાંઈ થાય,
લાગે હૈયાના તાર મારા ઝંઝનવા,
ગોવાલણી આજ ગોકુળિયે રંગ રમવા.
હાલી હાલી…

એની આંખો છે રંગની પ્યાલી,
એનાં ગાલ ગુલાલની લાલી,
એની ઘાઘરીએ ઘૂઘરીઓ ઘાલી,
એ તો છમ્મ છમ્મ કરતી ચાલી,
ગોવાલણી આજ ગોકુળિયે રંગ રમવા
હાલી હાલી…

કાનુડાએ જોયું ગોવાલણી ગોરસ વેચવા ચાલી,
સંગ સખા એને ઘેરી ઊભાં છે, કાનુડો પાલવ ઝાલી,
ગોવાલણીએ ફેરફુંદડી ફરી માટલી ઊંધી વાળી!
રંગભીના થઈ નાઠા ગોવાળિયા,
કાનાની જોડે એની સંગ ભમવા.
ગોવાલણી આજ ગોકુળિયે રંગ રમવા
હાલી હાલી…