સ્વરકાર: આલાપ દેસાઈ

સ્વર: હિમાલી વ્યાસ નાયક



ટેવ છે એને પ્રથમ એ માપશે ને તોલશે
ખુશ થશે તો પ્રેમનું આકાશ આખું ઢોળશે

સ્હેજ બારી ખૂલતાં સામે શરદપૂનમ થતી
કઈ તિથી થાશે અગર એ બારણું જો ખોલશે

નામ ઈશ્વરનું ખરેખર યાદ ક્યાં છે કોઇને?
પૂછશો તો મંદિરોના નામ કડકડ બોલશે

ઓ મદારી દૂધ શાને પાય છે તું નાગને?
તું મલાઈ આપશે તો માણસો પણ ડોલશે