આલ્બમ: આકાશ સવાયા ગુજરાતીનું

સ્વર: ભુપિન્દર સીંગ



મારા રામના રખવાળા ઓછા હોય નહિ
એના ધોયેલા ધોવણમાં ધાબા હોય નહિ

એનુ ઢોલ અગમથી વાગે, અગમ-નિગમની વાણી ભાખે
એજી એના આંખ્યુંના અણસારા ધોખા હોય નહિ

કાયા જ્યારે કરવટ બદલે, પરખાયે એ પગલે પગલે
એજી એની જ્યોતિ ઝબકારા ઓછા હોય નહિ

સુખ દુ:ખના તડકા છાયા, માયામાં મૂંઝાતી કાયા
એજી એના પાપણનાં પલકારા ઓછા હોય નહિ