આલ્બમ: આલાપ
સ્વર: મનહર ઉધાસ
0:00 / 0:00
તું જો આજે મારી સાથે જાગશે,
ચાંદ ક્યાંથી ચાંદ જેવો લાગશે?
તું અમારો છે તો ધરતીના ખુદા,
તું અમારા જેવો ક્યારે લાગશે?
હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે?
જીંદગી, તું આટલી નિર્દય હશે,
તું મને શું એક પળમાં ત્યાગશે?
એણે માગી છે દુવા તારી ‘અદી’,
તું ખુદા પાસે હવે શું માગશે?