મને એકલું એકલું લાગે – નીનુ મઝુમદાર

આલ્બમ: Gujarati Classics

સ્વર: મીના કપૂર



મને એકલું એકલું લાગે
કાંઈ સુજે ના કોઈ પૂછે ના
રે બોલાવે ના, આવે ના કોઈ

યુગ યુગનો વિરહ મને લાગે
પેલા તારલિયા ટમટમતાં સંતાપે
અંતરમાં છાનાં ભણકારા જૂઠનાં લાગે
મને એકલું..

દૂરનાં દૂરનાં અતિથિની યાદે
હૈયું શાને ભર્યું ન માને
દુઃખી દર્દ ભર્યા એક નામે
આજ સંભારણા કોઈ માંગે
મને એકલું..