ધુમ્મસ છે ચારે બાજુ – શશાંક ફડનીસ

સ્વર: સચિન લિમયે



ધુમ્મસ છે ચારે બાજુ ને પછી તું છે
હવા છે ચોગમને, ખુશ્બુ તરીકે તું છે

સુંવાળપ ચોરાઈ ગયાની ફરિયાદ હતી રેશમની
કહે છે કે તેમા શકમંદ તરીકે તું છે

લજામણી થોડી બેશરમ થતી જાય છે હવે
એવું બન્યાનું કારણ લજ્જાશીલ તું છે

હવે મેઘધનુષે રંગોની શોધ આરંભી છે
કહે છે કે અન્વેષણનું કેન્દ્રબિંદુ તું છે