સ્વરકાર: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: રાહુલ શાહ
0:00 / 0:00
સમી સાંજનો ઢોલ ઢબૂકતો જાન ઉઘલતી મ્હાલે,
કેસરિયાળો સાફો ઘરનું ફળિયું લઈને ચાલે.
પાદર બેસી ફફડી ઊઠતી
ઘરચોળાની ભાત,
ડૂસકે ડૂસકે હડસેલાતી
બાળપણાની વાત.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો …
પૈડું સીંચતા રસ્તો આખો
કોલાહલમાં ડૂબે,
શૈશવથી ચીતરેલી શેરી
સૂનકારમાં ડૂબે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો …
જાન વળાવી પાછો ફરતો
દીવડો થરથર કંપે,
ખડકી પાછળ ઊભો રહીને
અજવાળાને ઝંખે.
સમી સાંજનો ઢોલ ઢબૂકતો …