હૃદયના દર્દની – ‘કામિલ’ વટવા

આલ્બમ: સમન્વય ૨૦૧૦

સ્વર: મનહર ઉધાસ



“રેત ભીની તમે કરો છો પણ રણ સમંદર કદી નહીં લાગે
શબને ફૂલો તમે ધરો છો પણ મોત સુંદર કદી નહીં લાગે.”

-શેખાદમ આબુવાલા 

 

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,
કસમથી આપની જીભે સદા સો સો દુઆ આવે.

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,
એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,
ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ, કોઈ ના આવે ગજું શું છે?
મોહબ્બત હોય જો ‘કામિલ’ તો ખુદ પાસે ખુદા આવે.