આલ્બમ: દર્પણ
સ્વર: મેઘના ખારોડ
0:00 / 0:00
સ્વપ્ન સંગાંથ છે, સહારો છે,
સ્વપ્ન એકાંતનો ઉગારો છે,
સ્વપ્ન ને સ્વપ્ન માનીએ તો પણ,
સ્વપ્ન વિણ કોઈનો ન આરો છે.
આવી રહ્યા છે એમનાં શમણાં તમામ રાત
કંઈ આવું આવું થાય છે હમણાં તમામ રાત
આવી ગયા, આવ્યા અને, આવતાં હશે,
કંઈ આવી આવી થાય છે ભ્રમણા તમામ રાત
એવું તે ઘેલું શું યે લગાડ્યું હશે કહો,
‘નાઝિર’ ત્યાં જ રહે છે હમણાં તમામ રાત