સ્વર: અચલ મેહતા
શરદપૂનમની રાતમાં ચાંદલીયો ઉગ્યો છે,
હે મારું મનડું નાચે કે મારું તનડું નાચે,
એનાં કિરણો રેલાય છે આભમાં..
શરદપૂનમની રાતમાં..
સોનાનું બેડું મારું રૂપાની ઈંઢોણી,
બેડલું લઈને હું તો પાણીડા ગઈ ‘તી,
કાનો આયો, મારી પૂંઢે સંતાતો ચોરી,
મારી મુખડું શરમથી લાજ રે..
શરદપૂનમની રાતમાં..
હિરેજડીત મારી સોનાની નથણી,
નથણી પહેરી હું તો ગરબે રે ઘૂમતી,
મારી સહેલીઓ મુજને પૂછતી,
કોની તું વાટમાં આજ રે..
શરદપૂનમની રાતમાં..