આલ્બમ: સંજીવન
સ્વર: ભુપિન્દર સીંગ
0:00 / 0:00
જીવનનો મધ્યાહન છતાં સાંજ શોધું હું શાને?
સાગર મધ્યે પ્હોંચ્યા છતાં સાહિલ શોધું હું શાને?
ખળખળ વહેતું નિર્મળ ઝરણું સાગર શોધે એ શાને?
મનનું હરણું દોટ મૂકે વિસામે શોધે એ શાને?
રાજમારગની બની કેડીઓ, કેડીએ કંટકો શાને?
નિર્જન મારગ એક લાચારી, શોધું હું સંતો શાને?
રાધા ગોરી કાન છે કાળો, રંગ નીરાળા શાને?
અંત વિનાનાં અંધારા જગમાં આતમ દિવડા શાને?
ચાંદલીયા તારલીયા સંગે રમતો હું નશ્વર શાને?
બ્રહ્મ મુહુર્તમાં આંખો ખોલી શોધું હું ઇશ્વર શાને?