પધારો વસંતો આ આંગણ સજાવો – કમલેશ સોનાવાલા

આલ્બમ: સંમોહન

સ્વર: સાધના સરગમ, સુદેશ ભોંસલે



“વિતી ગયા છે દિન બધા છતાં અજવાસ બાકી છે,
પ્રણયની કે પ્રલયની એ હજી એક રાત બાકી છે.”

મચલતી હવાઓ, લચકતી લતાઓ
છલકતી જુવાની ગુલોથી વધાવો,
પધારો વસંતો આ આંગણ સજાવો.

લટકતી લટોથી ન નજરો બચાવો
ઉઠાવો મિલાવો ઝુકેલી નિગાહો,
જો બદલાય મોસમ ન બદલો અદાઓ
પધારો વસંતો આ આંગણ સજાવો.

અગન છે દિલોમાં, દિલોને મિલાવો
કરી છે જે વાતો ના એને ભુલાવો,
રસીલી તમારી રીસાઈ મનાવો
પધારો વસંતો આ આંગણ સજાવો.

દિવાલો બની છે ત્યાં ઘરને વસાવો
બનીને દુલ્હન આ ડેલામાં આવો,
ભરી સેંથી સિંદુર દિવો તો જગાવો
પધારો વસંતો આ આંગણ સજાવો.