ના બોલાય રે ના બોલાય – રાજેન્દ્ર શાહ

આલ્બમ: સંગીત સુધા

સ્વર: અલ્કા યાજ્ઞીક



ના બોલાય રે ના બોલાય
એક અમી ભરપુર ઉરે તવ સોમલ કેમ ઘોળાય રે..
ના બોલાય રે..

તારે હાથે પ્રીય મેં જ ધર્યો હતો મહેંદી એ રંગીન હાથ,
અંગથી અંગ અડાડી ભર્યા નીલ કુંજ મહીં ડગ સાત.
રંગ સુગંધની સોડ તણી અવ વાદ કેમ ખોલાય રે..
ના બોલાય રે..

સ્હેજ અડી મૃદુ આંગળી ત્યાં રણકે મધુરો ઝણકાર,
એજ વીણા તણી તાંત તૂટી, બનીયો મુક રે અવતાર.
પાણી મહીં નહીં, આસું મહીં નહીં ઠાલવું અંતર આજ,
આગની સંગ ઉમંગ ભર્યો લહુ જીવનનો અનુરાગ.
પ્રેમપ્રીયા તવ પૂજન ભૂલશો આજમાં કેમ રોળાય રે..
ના બોલાય રે..