આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વર: ઉસ્માન મીર



ઉભે ગંગા ઝમઝમ છે મારી ગઝલમાં,
અનોખો જ સંગમ છે મારી ગઝલમાં.

એ હસતા ચહેરા કે આંખો એ હસતી,
વિષય સૌ મુલાયમ છે મારી ગઝલમાં.

જવાનીની ઝરમર, મહોબ્બતની મસ્તી,
કે મદિરાની મોસમ છે મારી ગઝલમાં.

વિરહ તો વિરહ છે, મિલન તો મિલન છે,
અજાયબ સમાગમ છે મારી ગઝલમાં.