આંખો ભીની હૈયું ભીનું – મનસુખ વાઘેલા

આલ્બમ: સમન્વય ૨૦૦૮

સ્વર: સોનલ રાવલ



આંખો ભીની, હૈયું ભીનું, આસું ભીનાં તારાં,
મારે ખાતર રોકી લે તું ધકતી આસુંધારા.

મને ખબર ને તને ખબર છે સાવ જિંદગી નાની
પગલું મારું હવે પડે ત્યાં છાપ નથી પડવાની,
રેતી કોરી, રસ્તા કોરાં, કોરાં સાવ કિનારા
મારે ખાતર રોકી લે તું ધકતી આસુંધારા.

ગામ આંગણે પાન ખરે તો ડાળ તને સાંભરશે
આસું વચ્ચે સંતાયેલું ઝાડ પવનથી ડરશે,
એની ટોચે પંખી ન ખાલી, ખાલી સાવ તારા
મારે ખાતર રોકી લે તું ધકતી આસુંધારા.