આલ્બમ: સમન્વય ૨૦૦૮
સ્વર: કૃષાનુ મજમુદાર
પૂનમ ને કહેજો કે પાછી ન જાય,
ઉગી ઉગી ને આમ આછી ન થાય.
આંખોનાં અજવાળા ઘેરી ઘૂમટે
ઝૂકેલી વિજને ઝરુખડે,
ઉઘાડે છોગ આજે છલકંતા ઉમટે
રૂપનાં અંબાર એને મુખડે.
સોળ કળાએ એની પ્રગટી છે કાય,
પૂનમને કહેજો કે પાછી ન જાય.
માને ના એક મારી આટલી વાતને
તોય ભલે આજે તો નીતરે,
આવતી અમાસની અંધારી રાતને
ચંદન ચારેકોર ચીતરે.
આંખડીને એવા અજવાળી અપાય
ઉગી ઉગીને ભલે આછી તો થાય,
પણ પૂનમને કહેજો કે પાછી ન જાય.