આલ્બમ: સંજીવન
સ્વર: જગજીત સિંહ
પ્રથમ આ ચુંબન, જોઈ ભ્રમરને,
કળીને યાદો ફરીને આવે.
ગુલાબી ગાલો ખુમારી ખંજન,
દિલોમાં કાંઈ કાંઈ શરાર આવે;
ગેસૂમાં ગૂંથ્યો ગુલોનો ગજરો,
ચમન ચમનમાં બહાર આવે.
પવનમાં પાલવ સરક સરકતો,
મહેક મહેકતો શબાબ આવે;
નયન તમારાં ઝૂક્યાં જરા તો,
લજામણીના કરાર આવે.
ધીમાં આ પગલાં સજાવે મહેફિલ,
અમારા ઘરમાં શમ્મા જલાવે;
તમારો ચહેરો છૂપાવ્યો દિલમાં,
શરદપૂનમ થઈ તું યાર આવે.
ક્યારે શરૂ થઈ ક્યારે પૂરી થઈ,
સફરની ખાલી સુવાસ આવે;
બીડાય આંખો જીવનની સાંજે,
સલૂણી પાછી સવાર આવે.