Home > ગીત, નીરજ પાઠક, વેણીભાઈ પુરોહિત > સુખનાં સુખડ જલે રે – વેણીભાઈ પુરોહિત

સુખનાં સુખડ જલે રે – વેણીભાઈ પુરોહિત

સ્વરાંકન: અજિત મર્ચન્ટ
સ્વર: નીરજ પાઠક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સુખના સુખડ જલે રે મારા મનવા!
દુઃખના બાવળ બળે,
સુખડ જલે ને થાય ભસમની ઢગલી
ને બાવળના કોયલા પડે.
મારા મનવા! તરસ્યા ટોળે વળે.

કોઈનું સુખ ખટરસનું ભોજન,
કોઈ મગન ઉપવાસે;
કોઈનું સુખ આ દુનિયાદારી,
કોઈ મગન સંન્યાસે.
રે મનવા ! કોઇ મગન સંન્યાસે.
સુખના સાધન ને આરાધન
લખ ચકરાવે ચડે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

કોઈ પરમારથમાં સુખ શોધે,
કોઈ પરદુઃખે સુખિયા, રે મનવા!
ભગત કરે ભગતીનો ઓછવ,
કોઈ મંદિરના રે મુખિયા.
રે મનવા ! કોઈ મંદિરના મુખિયા.
સમદુખિયાનો શંભુમેળો
ભવમાં ભેળો મળે, મળે રે મારા મનવા!
તરસ્યા ટોળે વળે.

સુખનાં સુખડ જલે રે
મારા મનવા !
દુઃખના બાવળ બળે.

Please follow and like us:
Pin Share
  1. POOJA PTEL
    April 8th, 2009 at 18:45 | #1

    બહુજ સરસ કવિતા નિરજ ભાઇ આભાર

  2. VINAYAK YAJNIK
    April 8th, 2009 at 21:12 | #2

    excellant thought.

  3. SHAUNAK PANDYA
    April 9th, 2009 at 16:02 | #3

    mithoo aavaj

  4. jay shah
    April 11th, 2009 at 20:49 | #4

    very thoughtful. very well played.

  5. manranjan
    April 9th, 2010 at 11:09 | #5

    નીરજ ભાઈ , નીચેની રચના ઓ ગવાયેલી મોકલી શકાય ?
    ધૂની રે ધખાવી બૈરી અમે તારા નામ ની ,રોઈ રોઈ કોને સમજવું એમ જાડેજો કહેછે હૃદયો રડે ને માંયલો ભીતર જલે.- ઘડપણ કેને મોકલ્યું નહોતું જોઈતું ને સીડ અવિયું રે ને નહોતી જોઈ તારી વાટ.

  6. manranjan
    April 9th, 2010 at 11:21 | #6

    તમારી પાસસે દુલા કાગ જેવા ગામઠી
    ભજનો નો સંગ્રહ ગીતો સાથે મળી શકે?. જુના ને ગામઠી ભજનો ખુબજ સુંદર MESSAGES આપ તા હોય છે. ઘણા કબીર નારાયણ સ્વામી, કાઠીયા વાડ ના પણ ભજનો પણ સુંદર હોય છે

  7. Meena Dalal usa
    May 8th, 2014 at 00:16 | #7

    Kobo Bharti ne America atlu Radha keep kuvo bahri ne America rio padya. Need all the wording.thanks keeping Gujarati culture alive.and people like us away from India 42 years to read all this .

  1. No trackbacks yet.