Archive

Click play to listen all songs in ‘રવિન નાયક’ Category
This text will be replaced by the flash music player.

પલક પલક મોરી આંખ નિહાળે – સુન્દરમ

September 16th, 2009 11 comments
સ્વરકાર:રવિન નાયક
સ્વર:રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પલક પલક મોરી આંખ નિહાળે,
મલક મલક તુજ મુખ મલકે,
આજ અમારા સાગરતટ પર
શો તારો રસ છલકે.

જલ પવનના ઘોડા અટકીયા,
મન મૃગ તણા ઠેકા ન ટકિયા
હો અકલિત ને કલિત કરી તુજ
પાંપણ શી અપલક પલકે.

મંદિર વિષે દીપક પ્રગટિયા
દીપમાં ઉદ્દીપ ઘટિયા.
નૈણ નૈણ તુજ નૈણ પરોવી
શો તુજ ઘઘનાંમ્બર ઢળકે.

taintedsong.com taintedsong.com taintedsong.com

શ્વાસની લીસ્સી રેશમ – સુરેન્દ્ર કડિયા

May 15th, 2009 6 comments

સ્વર/સ્વરાંકન: રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

શ્વાસની લીસ્સી રેશમ દોરી ખેંચી લઈએ કેમ કરીને?
પતંગીયાને અડધું અડધું વંહેચી લઈએ કેમ કરીને?

અડધાં અડધાં આસું ઉપર અડધું પડધું હસવું છાંટી,
જીવતર જેવી ઘટના આખી સીંચી લઈએ કેમ કરીને?

કાળા ભમ્મર પાણી છે ને કળણ તો ઉંડા ઉંડા છે,
છેક ડૂબેલો એનો અક્ષર વાંચી લઈએ કેમ કરીને?

એક વસંતી ટહુકા જેવી કોયલ આખી આંબો થઈ ગઈ,
રગ રગમાં થરકંતી ચાલે લીચી લઈએ કેમ કરીને?

taintedsong.com taintedsong.com taintedsong.com

હાથમાં કારોબાર રાખ્યો તેં – મનોજ ખંડેરીયા

April 7th, 2009 8 comments

સ્વર/સ્વરાંકન: રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

હાથમાં કારોબાર રાખ્યો તેં,
ને મને બારોબાર રાખ્યો તેં.

એક ડગ છૂટથી ભરી ન શકું,
ખીણની ધારોધાર રાખ્યો તેં.

કોણ છું કોઈ દિ’ કળી ન શકું,
ભેદ પણ ભારોભાર રાખ્યો તેં.

આંખમાં દઇ નિરાંતનું સપનું,
દોડતો મારોમાર રાખ્યો તેં.

શ્વાસ સાથે જ ઉચ્છવાસ દીધા,
મોતની હારોહાર રાખ્યો તેં.
———————————
સૌજન્ય: ઊર્મિસાગર

taintedsong.com taintedsong.com taintedsong.com

આ વાયરાના તોફાને – ભાગ્યેશ જ્હા

March 17th, 2009 9 comments

સ્વરાંકન: રવિન નાયક
સ્વર: સમુહગાન

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

આ વાયરાના તોફાને આવેલા વરસાદે
ઉબંરની મર્યાદા તોડી;
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

આ બારીમાં ટપકે છે ભીનું આકાશ
અને ચોમાસું છલકે ચોપાસ;
અહીં શેરીનાં દિવામાં એકલતા સળગે છે
ઉપર છે કાળું આકાશ.

આ પાણીનાં બાણ બધાં વિધેં ગુલાબને,
એ આવે પણ કળીઓને તોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

વૃક્ષોની નજરોનું પાથરણું પાથરીને
ધરતી એ ઓઢી’તી લીલાશ,
આ વરસાદે પલળેલું એકાકી ઝાડ,
એમાં આજે પણ કોરું આકાશ.

આ ધોધમાર પાણીનાં વહેતાં પ્રવાહમાં
પગલાં એ કેડી એક છોડી.
એક બિંદુ ઝીલી ને આંખ એવી ઉગી કે
એણે આભ સાથે વાર્તા જોડી.

taintedsong.com taintedsong.com taintedsong.com

રાત આખી આસપાસ – અંકિત ત્રિવેદી

December 2nd, 2008 6 comments

સ્વર: રવિન નાયક

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..

સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ..

ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદાનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ..

taintedsong.com taintedsong.com taintedsong.com