દશા મારી – અમૃત ‘ઘાયલ’

July 4th, 2007 2 comments

સ્વર: મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

નિહાળી નેત્ર કોઇના એ તારું ન્યાલ થઇ જાવું
અને સ્મિત આછું મળતાં મારું માલામાલ થઇ જાવું
દિવસ વીતી ગયા એ ક્યાંથી પાછા લાવું દિલ મારા
બહુ મુશ્કેલ છે ‘ઘાયલ’ માંથી ‘અમૃતલાલ’ થઇ જાવું

દશા મારી અનોખો લય અનોખો તાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં પણ એ માલામાલ રાખે છે
દશા મારી….

નથી એ રાખતા કંઇ ખ્યાલ મારે કેમ કહેવાયે
નથી એ રાખતાતો કોણ મારો ક્યાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

મથે છે આંબવા કિંતુ મરણ આંબી નથી શકતું
મને લાગે છે મારો જીવ ઝડપી ચાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

જમાનો કોણ જાણે વેર વાળે છે કયા ભવનું
મળે છે બે દિલો ત્યાં મધ્યમાં દિવાલ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

જીવનનું પુછતા હો તો જીવન છે ઝેર ‘ઘાયલ’ નું
છતાં હિંમત જુઓ કે નામ ‘અમૃતલાલ’ રાખે છે
કે મુજને મુફલીસીમાં…. દશા મારી….

taintedsong.com taintedsong.com taintedsong.com

વાદલડી વરસી રે….

July 3rd, 2007 4 comments

સ્વર: હેમા દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

ઘનન ઘનન ગરજે બાદલ, ઘનન ઘનન બાજે પાયલ
પંચમ સૂરમેં બોલે કોયલ, બોલે પપીહા હોકે ઘાયલ
આઓ આઓ મનહર ગાઓ…. મેઘા આઓ રે….
અંગ અંગ બરસાઓ…. અંગ અંગ બરસાઓ….

વાદલડી વરસી રે સરોવર છલી વળ્યાં
હે સાસરીયામાં મ્હાલવું રે પિયરીયામાં છુટાં પડ્યા
હે વાદલડી વરસી રે….

મારા પગ કેરાં કડલાં રે વિરો મારો લેવા હાલ્યો
હે વિરા લઇને વેહલો આવજે રે સાસરીયા મારી ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે….

મારા હાથ કેરી ચૂડલી રે વિરો મારો લેવા હાલ્યો
હે વિરા લઇને વેહલો આવજે રે સાસરીયા મારી ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે….

મારા નાક કેરી નથણી રે વિરો મારો લેવા હાલ્યો
હે વિરા લઇને વેહલો આવજે રે સાસરીયા મારી ઘેરે બેઠા
હે વાદલડી વરસી રે….
————————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા

taintedsong.com taintedsong.com taintedsong.com

સમય મારો સાધજે વ્હાલા – સંત પુનીત

July 2nd, 2007 6 comments

સ્વર: ભાસ્કર શુક્લ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા
સમય મારો સાધજે વ્હાલા, કરું હું તો કાલાવાલા

અંત સમય મારો આવશે ને, નહિ દેહનું રહે ભાન
એવે સમય મુખ તુલસી દેજે, દેજે યમુના પાન … સમય મારો

જીભલડી મારી પરવશ બનશે, હારી બેસીશ હું હામ,
એવે સમય મારે વ્હારે ચડીને, મુખે રાખજે તારું નામ … સમય મારો

કંઠ રુંધાશે ને નાડિયું તૂટે, તૂટે જીવનનો દોર,
એવે સમય મારા અલબેલાજી, કરજે બંસીનો સૂર … સમય મારો

આંખલડી મારી પાવન કરજે, દેજે એક જ ધ્યાન,
શ્યામસુંદર તારી ઝાંખી કરીને, ‘પુનિત’ છોડે પ્રાણ … સમય મારો

taintedsong.com taintedsong.com taintedsong.com

કીડી બિચારી….

July 2nd, 2007 16 comments

સ્વર: હેમંત ચૌહાણ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા… કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં, કે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો… હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા… હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા… હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે, અરે… મને કપડાં પેહરાવ…
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી… કે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી, અરે… કે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા… કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

taintedsong.com taintedsong.com taintedsong.com

માલા રે માલ – અવિનાશ વ્યાસ

June 29th, 2007 5 comments

સ્વર: હેમાંગીની દેસાઇ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

હે લપટી જપટી દેતી રે તાલ
શરમને શેરડે શોભતા રે ગાલ
કાવડિયો ચાંદલો ચોડ્યો રે ભાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… રાખે રાખે ને ઉડી જાય રે ઘૂમટો
પરખાઇ જાય એનો ફૂલ ગુથ્યો ફૂમકો

કંઠે મકેહતી મોગરાની માળ
આંખ આડે આવતા વીખરાયા વાળ
નેણલેથી નીતરે વ્હાલમનું વ્હાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ….. માલા રે માલ…..

હે… એની પાંપણના પલકારા વીજલડીના ચમકારા
એના રુદિયામાં રોજ રોજ વાગે વાલમજીના એકતારા

હિલોળે હાથ જાણે ડોલરની ડાળ
બોલ બોલ તોલતી વાણી વાચાળ
જલતી જોબનીયાની અંગે મશાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.

માલા રે માલ, લેરણીયું લાલ, ઘમ્મર ઘમ્મર ચાલે રે ચાલ
નવી તે વહુ ના હાથમાં રૂમાલ.
————————————————–
ફરમાઇશ કરનાર મિત્ર: દિગીશા

taintedsong.com taintedsong.com taintedsong.com