આપણી જૂદાઈ – ભરત ત્રિવેદી
સ્વરકાર:અતુલ દેસાઈ
સ્વર:અતુલ દેસાઈ
સ્વર:અતુલ દેસાઈ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
આપણી જૂદાઈનું છે ક્યાં કોઈ કારણ નવું,
આમ મારું આવવું ને તે પછી તારું જવું !
દર્પણો ચૂપચાપ છે આ ભાવસૂના ઓરડે,
ફર્ક કોને તે પછી છે હું રહું કે ના રહું !
શક્ય છે કે બંદગીનો પણ હશે કોઈ જવાબ,
કશ્મકશમાં છું હવે કે હુ નમું કે ના નમું ?
આમ તો ખામોશ છે પણ શું તને થાતું ખરું,
રસ્મ જૂનીને નિભાવી હું ગઝલ આજે કહું ?
બહુજ સરસ રીતે ગવાયું છે .
સરસ ગઝલનું સુંદર ગાન.