Home > અણમોલ, ગઝલ, મનહર ઉધાસ, મનોજ ખંડેરીયા > લાલાશ આખા ઘરની – મનોજ ખંડેરિયા

લાલાશ આખા ઘરની – મનોજ ખંડેરિયા

February 3rd, 2011 Leave a comment Go to comments
આલ્બમ:અણમોલ
સ્વર:મનહર ઉધાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


લાલાશ આખા ઘરની હવામાં ભરી જઈશ
ગુલમ્હોર મારી લાગણીનો પથારી જઈશ

ઉડતાં ફૂલોની કલ્પનાને સાચી પાડવા
આપી મહેંક પતંગિયાને હું ખરી જઈશ

આખુયે વન મહેંકતું રહેશે પછી સદા
વૃક્ષોના થડમાં નામ લીલું કોતરી જઈશ

હું તો છું પીંછુ કાળના પંખીની પાંખનું
સ્પર્શું છું આજ આભને કાલે ખરી જઈશ

મારો અભાવ મોરની માફક ટહુકશે
ઘેરાશે વાદળો અને હું સાંભરી જઈશ

Please follow and like us:
Pin Share
  1. March 14th, 2011 at 06:10 | #1

    જેવી મનો(જ)હર રચના એવી જ મનહર ગાયકી!!!

  2. March 27th, 2011 at 07:49 | #2

    મુલાયમ કવિની રચના મુલાયમ કંઠે સાંભળીને એક મુલાયમ અહેસાશ થઈ ગયો

  3. નીલ પટેલ
    April 5th, 2011 at 21:54 | #3

    @નીરજભાઈ … ખુબ જ સુંદર ગીત છે!!! …. પણ હવે બીજા ગીતો પણ આવવા દો યાર!! … નવું ગીત સાંભળ્યા વગર ચેન નથી પડતું હવે 🙁

  4. May 7th, 2011 at 14:45 | #4

    સુંદર ગઝલ ફરી સાંભરી ગઈ …
    નીરજભાઈ, ગુજરાત દિન નિમિત્તે વેમ્બલીના પ્રોગ્રામ માં મળ્યા તો ખૂબ ખુશી થઇ…

  5. May 22nd, 2011 at 18:19 | #5

    Respected Shri Nirajbhai,
    Namste.
    No words are enough for your wonderful creation of this website.
    The people will have endless feeling of gratitude towards you for this magic.
    I listen to music many times and it feels me with the divine vibration.
    May I ask for the help, that I am not able to read Gujarati fonts written under the headings.
    Only ‘dots’ ‘ હ્હ્હ’ are found.
    If you will help me to solve this problem, I will be obliged.
    With warm regards,
    Ekata

  6. chandralekha rao
    June 7th, 2011 at 15:14 | #6

    હું તો પીછુ છું કાળના પંખી ની પાં ખ નું
    સ્પર્શું છું આજ આભ ને કાલે ખરી જઈશ………..ભાવવાહી રચના…………

  7. June 10th, 2011 at 19:43 | #7

    જેવા જાજરમાન શબ્દો એવીજ મનહરભાઇની મખમલી ગાયકી…… કવિશ્રી મનોજ ખંડેરિયાને સો સો સલામ. નીરજભાઇ, એક ટાઇપિંગ એરર પ્રત્યે ધ્યાન દોરીશ….પ્રથમ શેરમાં પથારી ને બદલે પાથરી કરી લેશો પ્લિ..ઝ. આભાર.

  8. sagar kansagra
    March 30th, 2016 at 10:43 | #8

    Wah

  1. No trackbacks yet.