શ્વાસોમાં તું – અંકિત ત્રિવેદી
આલ્બમ:તારી સાથે
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:પાર્થિવ ગોહિલ
સ્વરકાર:ગૌરાંગ વ્યાસ
સ્વર:પાર્થિવ ગોહિલ
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
શ્વાસોમાં તું, આંખોમાં તું, સપનાના અવસરમાં તું જ એક તું..
હૈયામાં તું, હોવામાં તું, આખાયે જીવતરમાં તું જ એક તું..
ફૂલો પણ સોનેરી ઝાકળ લખે
નીચું ઝૂકીને આભ વાદળ લખે
તને કુદરત પણ સામેથી કાગળ લખે
દર્પણમાં તું, સગપણમાં તું, ફળિયામાં, ઉંબરમાં તું જ એક તું..
મારામાં ઊછરેલી પ્રેમની પૂનમ તું
ઈશારા સાચવીને રાખે મોઘમ તું
આસપાસ ઊગેલી ગમતી મોસમ તું
શબ્દોમાં તું, અર્થોમાં તું, લાગણીના અક્ષરમાં તું જ એક તું..
Categories: અંકિત ત્રિવેદી, ગીત, ગૌરાંગ વ્યાસ, તારી સાથે, પાર્થિવ ગોહિલ Ankit Trivedi, Gaurang Vyas, gujarati geet, Parthiv Gohil
નિરજભાઇ,
ખુબ સરસ ગીત…
બીજું એક ગીત ડો.ફિરદોસ દૈખેયાએ ગાયેલું છે.તે આપ મૂક્શોજી.
આવો તો સાજન છુંદણાંનો મોર કરી રાખું. -ઇસુભાઇ ગઢવી
સૌને ગમશે.મારી ફેસબુક વોલ પર શેર કર્યું છે.
bahuj saras – wah ankit bhai – thank you Niraj Bhai for giving us such wonderful creations
kirit
very nice wordings.
Jignasa Patel
શબ્દો માં તુ,અર્થોમાં તુ, લાગણી ના અક્ષ્રર માં તું જ એક તુ…. સુંદર અભિવ્યક્તિ…
@chandralekha rao
થે બેસ્ટ Song
khub sunder. Ankitbhai I am a great fan of yours.
Keep it up.
ખુબજ સરસ ગીત સાંભળ્યાજ કરીએ
ફૂલો પણ સોનેરી ઝાકળ લખે …
નીચું ઝુકી ને આભ વાદળ લખે …
તને કુદરત પણ સામેથી કાગળ લખે
આહ અંકિત ભાઈ
Very Romantic Song. Just feels like listening ….
ખુબજ સરસ ગીત સાંભળીને હૃદય ખુશ થઇ ગયું ..
My the most favourite song and the most favourite album. It helps to bring all energy back. thanks a lot for such a wonderful song.
અંકીતભાઈ,
અભિનંદન ,
આપના શબ્દો
આપના વિચારો,
આપના ગીતો,
એટલે ગુજરાત નું ગૌરવ,
અભિનંદન
પ્રવીણ વ્યાસ, મુંબઈ
હાસ્ય કલાકાર
૦૯૮૬૯૦ ૭૪૦૧૮
અભિનંદન, પાર્થિવ ગોહિલ, મખમલી અવાજ..અંકિત ત્રિવેદીના શબ્દો અને ગૌરાંગ વ્યાસનું સ્વરાંકન… ત્રિવેણી સંગમ. મજા જ મજા