Home > અમિત ઠક્કર, ગાર્ગી વોરા, ગીત, પન્ના નાયક, વિદેશિની > પાંદડી વાયરાને વળગી શું કામ? – પન્ના નાયક

પાંદડી વાયરાને વળગી શું કામ? – પન્ના નાયક

આલ્બમ:વિદેશિની
સ્વરકાર:અમિત ઠક્કર
સ્વર:ગાર્ગી વોરા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળી પર ઝૂલતી’તી,
ડાળી પર ખૂલતી’તી,
ડાળીથી અળગી શું કામ?

વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?

હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી.
આમ વાયરાથી સળગી શું કામ?
વાયરાને વળગી શું કામ?

Please follow and like us:
Pin Share
  1. vipul acharya
    July 20th, 2011 at 07:38 | #1

    આ ગીત સાંભળતાં લાગે છે કે સ્વરકાર કાવ્યનાં હાર્દ સુધી પહોચ્યાં નથી.

  2. nitesh
    January 12th, 2012 at 12:56 | #2

    સરસ ગીત ગાયું છે .

  3. NALIN SHAH
    July 15th, 2013 at 07:05 | #3

    Moral:- Think twice before u leap.

  1. No trackbacks yet.