આલ્બમ:
વિદેશિનીસ્વરકાર:
અમર ભટ્ટસ્વર:
અમર ભટ્ટ[audio src="http://rankaar.com/audio/Videshini/Amne jal ni.mp3"]
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા..
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે,
ચકળવકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા..
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને મનમોજીલું વલખે
અલકમલકના રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયા..
આલ્બમ:
વિદેશિનીસ્વરકાર:
અમિત ઠક્કરસ્વર:
ગાર્ગી વોરા[audio src="http://rankaar.com/audio/Videshini/Paandadi vaayra ne.mp3"]
પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળી પર ઝૂલતી’તી,
ડાળી પર ખૂલતી’તી,
ડાળીથી અળગી શું કામ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી.
આમ વાયરાથી સળગી શું કામ?
વાયરાને વળગી શું કામ?
પઠન: પન્ના નાયક
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.
પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.
માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.
કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.
સ્વર: રેખા ત્રિવેદી
પ્રીતિના અવસરિયે સરવાની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.
તારા બગીચામાં વહેતી હવા હું તો,
ચાંદની છું તારા આકાશમાં;
આપણે જોઈએ કે શું શું હવે ખીલે છે
તારા ને મારા સહેવાસમાં.
ભવમાં ભવમાં સંગાથે ફરવાની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.
તું તો છે ને દરિયો ને હું તો તરંગ
તું તો ગુલાબ હું તો પાંદડી નો રંગ
તારી આંખોમાં સૂર્યોદય જોવા જાગું છું
મારી રાતોની સંગ.
પાગલ કોઈ ઓચ્છવ ઉજવાવની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.
સ્વર: જ્હાનવી શ્રીમાંનકર
તારા બગીચામાં રહેતી ગઈ
ને ટહુકાનું પંખી એક દેતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
ઝાડવાની લીલેરી માયા મને,
ફૂલની સુગંધની છાયા મને,
અને વહેતા આ વાયરામાં વહેતી ગઈ,
કંઈક જન્મોની વાતને ઉકેલતી ગઈ
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
આ દિવસ ને રાતની કળીઓ ખૂલી,
અહીં પળપળના ગુંજનની ગાથા ઝૂલી,
હું તો ભમતી ગઈ ને કશું ભૂલતી ગઈ
ને યાદ કરતી ગઈ,
અને કહેતી ગઈ કે હવે જાઉ છું.
———————————————-
આ ગીત કવિયીત્રીનાં પોતાના સ્વરમાં સાંભળો: ઊર્મિસાગર
તેમની અન્ય રચનાઓ માણો: વિદેશિની