Home > પન્ના નાયક, રેખા ત્રિવેદી > પ્રીતિના અવસરિયે – પન્ના નાયક

પ્રીતિના અવસરિયે – પન્ના નાયક

સ્વર: રેખા ત્રિવેદી

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

પ્રીતિના અવસરિયે સરવાની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.

તારા બગીચામાં વહેતી હવા હું તો,
ચાંદની છું તારા આકાશમાં;
આપણે જોઈએ કે શું શું હવે ખીલે છે
તારા ને મારા સહેવાસમાં.
ભવમાં ભવમાં સંગાથે ફરવાની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.

તું તો છે ને દરિયો ને હું તો તરંગ
તું તો ગુલાબ હું તો પાંદડી નો રંગ
તારી આંખોમાં સૂર્યોદય જોવા જાગું છું
મારી રાતોની સંગ.
પાગલ કોઈ ઓચ્છવ ઉજવાવની વાત છે
તારા સરોવરમાં તરવાની વાત છે.

Please follow and like us:
Pin Share
  1. June 15th, 2009 at 11:04 | #1

    સરસ ગીત.

  2. ડૉ.કિરણ પટૅલ –
    June 16th, 2009 at 02:37 | #2

    સરસ ગીત , સુન્દર ગાયકી અને સુન્દર સન્ગીત રચના,સુમધુર સુર

  3. nehal
    July 19th, 2012 at 00:47 | #3

    આ ગીત ફરી ગુંજતું કરવા વિનંતી

  1. No trackbacks yet.