આલ્બમ:
વિદેશિનીસ્વરકાર:
પુરષોત્તમ ઉપાધ્યાયસ્વર:
બિજલ ઉપાધ્યાય,
વિરાજ ઉપાધ્યાય[audio src="http://rankaar.com/audio/Videshini/Aa sarvar sarvar.mp3"]
આ સરવર સરવર રમતાં રમતાં કમળ થઈને ખીલ્યા રે,
આ ઝરમર ઝરમર ઝરતાં ઝરતાં રંગ વાદળને ઝીલ્યાં રે.
વનનું લીલું ઝાડ લઈને આભે ઊડ્યું પંખી રે,
ટહુકોના ઊગ્યા તારલાં: નજર ગઈ કોઈ ડંખી રે.
ફૂલની કોમળ પાંદડીઓમાં ચંદ પૂનમનો ઉગ્યો રે,
આમ તો મારી આંખની સામે: તોયે વાદળ છૂપ્યો રે.
આ સરવર સરવર રમતાં રમતાં રડ્યા હસ્યાં ને જીવ્યા રે,
આંખોમાં તો ટહુકે કોયલ ભલે હોઠને સીવ્યા રે.
આલ્બમ:
વિદેશિનીસ્વરકાર:
અમર ભટ્ટસ્વર:
અમર ભટ્ટ[audio src="http://rankaar.com/audio/Videshini/Amne jal ni.mp3"]
અમને જળની ઝળહળ માયા
ધરતી ઉપર નદી સરોવર
દળવાદળની છાયા..
લીલાં લીલાં વૃક્ષ નદીમાં ન્હાય નિરાંતે,
અકળવિકળનું ગીત લઈને સદીઓની સંગાથે,
ચકળવકળ આ લોચન નીરખે
પળપળના પડછાયા..
વસંતનું આ ગીત લઈને કયો ઉમળકો છલકે
સુખની ભીની સોડમ લઈને મનમોજીલું વલખે
અલકમલકના રૂપઅરૂપ કંઈ
પાંપણમાં પથરાયા..
આલ્બમ:
વિદેશિનીસ્વરકાર:
અમિત ઠક્કરસ્વર:
ગાર્ગી વોરા[audio src="http://rankaar.com/audio/Videshini/Paandadi vaayra ne.mp3"]
પાંદડી વાયરાને વળગી શું કામ?
ડાળી પર ઝૂલતી’તી,
ડાળી પર ખૂલતી’તી,
ડાળીથી અળગી શું કામ?
વાયરો રોક્યો રોકાતો નથી કોઈથી,
પાંદડી શાને આ વાયરા પર મોહી’તી?
હવે આંખડી આંસુમાં ઢળતી શું કામ?
પાંદડી વાયરાને વળગી શું કામ?
હવે મોસમમાં મ્હાલવાનો અવસર નથી,
પાંદડી પર વાસંતી અક્ષર નથી.
આમ વાયરાથી સળગી શું કામ?
વાયરાને વળગી શું કામ?