Home > કાવ્યપઠન, પન્ના નાયક > કોઈની બુદ્ધિના પાંજરામાં – પન્ના નાયક

કોઈની બુદ્ધિના પાંજરામાં – પન્ના નાયક


Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.


કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી;
કોઈ પ્રેમને નામે મને ડંખ્યા કરે,
અને ઈચ્છા મુજબ મને ઝંખ્યા કરે;
જે બોલે તે બોલવાનું ને નાગ જેમ ડોલવાનું,
મને આવું અઢેલવાનું મંજૂર નથી.

પોતાની આંખ હોય પોતાની પાંખ હોય,
પોતાનું આભ હોય પોતાનું ગીત હોય,
મનની માલિક હું મારે તે બીક શી?
હું તો મૌલિક છું,
હા માં હા કહીને ઠીક ઠીક રહીને,
મને ઠીક ઠીક રહેવાનું મંજૂર નથી.

માપસર બોલવાનું માપસર ચાલવાનું,
માપસર પહેરવાનું માપસર પોઢવાનું,
માપસર ઓઢવાનું,
માપસર હળવાનું માપસર ભળવાનું,
આવું હળવાનું ભળવાનું માપસર ઓગળવાનું,
મને આવું પીગળવાનું મંજૂર નથી.

કોઈની બુદ્ધિના પાંજરામાં લાગણીનું પંખી થઈ,
ટહુક્યા કરવાનું મને મંજૂર નથી.

Please follow and like us:
Pin Share
  1. May 17th, 2010 at 05:33 | #1

    સુંદર મજાની કવિતા…

    પઠન પણ ઉત્કૃષ્ટ…

  2. jaysukh talavia
    May 18th, 2010 at 02:52 | #2

    કોઈપણ પરિસ્થિતિમાં આવું નીજત્વ જાળવી શકે તે માનવીને સલામ .આટલો સ્વસ્થ માણસ ઈશ્વરની નજીક ગણાય.

  3. May 18th, 2010 at 15:14 | #3

    સરસ રચનાનું પ્રભાવશાળી પઠન.

  4. May 18th, 2010 at 23:59 | #4

    ખુબ જ સરસ રચના.
    પન્નાબેન ના કાવ્યો ખરેખર સરસ હોય છે.
    મન ના ભાવો ને સુંદર રીતે કહી શક્યa છે.

  5. May 20th, 2010 at 05:20 | #5

    મહિલા સ્વાતંત્ર્યવાદ/ સ્વેચ્છાતંત્રવાદની ચળવળ અને આંલોદન માટેનો પડકાર સરસ રીતે કરેલ છે.

  1. March 22nd, 2018 at 21:07 | #1