Home > ગીત, બિજલ ઉપાધ્યાય, મકરંદ દવે, વિરાજ ઉપાધ્યાય > કો’કના તે વેણને – મકરંદ દવે

કો’કના તે વેણને – મકરંદ દવે

સ્વરાંકન: પુરષોત્તમ ઉપાધ્યાય
સ્વર: વિરાજ – બીજલ ઉપાધ્યાય

કો’કના તે વેણને વીણી વીણી ને વીરા
ઉછી ઉધારા ના કરીએ;
હૈયે ઉગે એવી હૈયાની વાતને
ફૂલ જેમ ફોરમતી ધરીએ.

કોયલ તો કોઈનો ટહુકો ન માગે
ને મોરલો કોઈની કેકા;
માનવીનું કાળજ તે કેવું કર્યું
પીડ પોતાની, પારકાં લહેકા.
રૂડાં રૂપાળા સઢ કોઈના શું કામના,
પોતાને તુંબડે તરીએ..

પોતાની વાંસળી પોતે બજાવીએ
ને રેલાવી દઈએ એક સૂર;
ઝીલનારું એને ઝીલી લેશે
ભલે પાસે જ હોય કે દૂર.
ઓલ્યા તે મોતમાં જીવી ગયા ને વીરા,
જીવતાં ન આપણે મરીએ…

Related posts:

  1. jay shah
    May 19th, 2010 at 04:09 | #1

    કેમ chho

  2. May 30th, 2011 at 05:15 | #2

    મજાની રચના. બહુ જ ગમી.

    બ્લોગ પર મૂકવી છે પરવાનગી આપવા વિનંતી.

  1. No trackbacks yet.