Home > કૃષ્ણગીત, ઝરણા વ્યાસ, હરીશ મિનાશ્રુ > મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે – હરીશ મિનાશ્રુ

સ્વર: ઝરણા વ્યાસ

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

મને સુક્કા કદંબનું તે પાંદડું કહે
મને ગોકુળ કહે તો તને મારા સોગંદ,
મને મોરલી કહે કે મોર પીછું કહે
મને માધવ કહે તો તને મારા સાગંદ.

કેમ કરી આંસુને ઓળખશે ભાઈ?
હું તો પાણીમાં તરફડતી માછલી.
જીવતરની વારતામાં ગૂંથેલી ઘટનાતો
ખાલીખમ શ્રીફળની કાચલી.
જીવ સોંસરવી ઘૂઘવતી વેદનાને અમથુંયે
દરિયો કહે તો તને મારા સોગંદ.

વેણુંમાં ફરફરતા આદમ ને ઈવ
જાણે સૂક્કેલા પાંદડાની જાળી,
ચપટી વગાડતાંમાં ઊડી ગઈ ક્યાંક
મારા ભેરુબંધોની હાથતાળી.
મને ડૂમો કહે કે ભીનું ડૂસકું કહે
મને માણસ કહે તો તને મારા સોગંદ.

Please follow and like us:
Pin Share
  1. Bharat Atos
    June 1st, 2009 at 08:41 | #1

    સરસ ગીત.
    પણ ગીત કેમ અધૂરં છે?(ઓડિયોમાં)
    કવિતા ક્રિષ્નામુર્તિના સ્વરમાઁ અહિઁ સાંભળો.
    http://www.mitixa.com/2008/103.htm

  2. Ratibhai C Patel
    June 3rd, 2009 at 00:24 | #2

    nice words. nicely sang.
    love it as specially because Harish Minashru is great fiend.
    also since last five years Pujya Murari bapu alwyas remember
    harish minashru rachit “Madho MUrshid ni sinhn Rashi”

    love it
    i hope and wish to know the meaning of this song.
    and the reson behind the “sogand” not to say madhav and Gokul

  1. No trackbacks yet.