Home > અદી મીરઝા, ગઝલ, મનહર ઉધાસ > તું જો આજે મારી સાથે – અદી મિરઝા

તું જો આજે મારી સાથે – અદી મિરઝા

સ્વર: મનહર ઉધાસ

તું જો આજે મારી સાથે જાગશે,
ચાંદ ક્યાંથી ચાંદ જેવો લાગશે.

તું અમારો છે તો ધરતીના ખુદા,
તું અમારા જેવો ક્યારે લાગશે.

હું રડું છું એ જ કારણથી હવે,
હું હસું તો એને કેવું લાગશે?

જિંદગી તું આટલી નિર્દયી હશે,
તું મને શું એક પળમાં ત્યાગશે.

એણે માંગી છે દુઆ તારી ‘અદી’,
તું ખુદા પાસે હવે શું માગશે?

Related posts:

  1. July 2nd, 2009 at 07:12 | #1

    સુંદર ગઝલ… સાંભળવું ગમે એવી…

  2. July 2nd, 2009 at 12:09 | #2

    સરસ ગઝલ ..

  3. M.D.Gandhi, U.S.A.
    July 2nd, 2009 at 17:00 | #3

    બહુ સુંદર ગઝલ છે.

  4. Naishadh Pandya
    July 3rd, 2009 at 04:33 | #4

    આ ગઝલ ભવન્સ ના મુશાયરમા તેમના અવાજ મા સાભળી હતી. અને દાદ પણ ખુબ મળી હતી. મનહરભાઇ ની તો ગુજરતી પ્રજા રૂણી રહેશે.

  5. vipul acharya
    July 3rd, 2009 at 07:56 | #5

    ગઝલ્ શ્બ્દ સરસ્,એરેન્જ્મેન્ટ બહુ સરસ .

  6. Chandubhai Pattni
    July 6th, 2009 at 15:44 | #6

    બહુજ સરસ ગઝલ….. સામભ્રરિ મજા પદિ

  1. No trackbacks yet.