આ તો બીજમાંથી ફૂટી છે ડાળ – જગદીશ જોષી
સ્વરાંકન: દક્ષેશ ધ્રુવ
સ્વર: આશિત દેસાઈ
આ તો બીજમાંથી ફૂટી છે ડાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
આખુંયે આભ મારી આંખોમાં જાગે
લઇ પંખીના સૂરની સુવાસ,
તૃણે તૃણમાં ફરકે છે પીછાંનો સ્પર્શ
અહીં ઝાકળનો ભીનો ઉજાસ.
એક એક બિંદુમાં સમુંદરની ફાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
સળવળતી કળીઓમાં રાધાની વેદના
ને ખીલેલા ફૂલમાં છે શ્યામ,
ડાળીએથી ડોકાતા તડકામાં જોઈ લીધી
ક્યાંક મારી લાગણી લલામ.
પળ પળનાં પોપચામાં મરકે ત્રિકાળ,
એક એક પાંદડીમાં પ્રગટ્યું પાતાળ.
Related posts:









નમણું અને અર્થગંભીર ગીત! અને એજ કક્ષાનું સ્વરાંકન અને ગાયન.
અંતરમનની લાગણીઓની સરસ અનુભુતિ અને ગીતમા રજુઆત….આભાર…………
ખૂબ સરસ